2020માં UKમાં લાખો લોકોને શોકનો સામનો કરવો પડ્યો હતો, Covid-19ના પરિણામે અગાઉના વર્ષોની તુલનામાં લાખો લોકો શોકનો સામનો કરી રહ્યા હતા. સમગ્ર ઈંગ્લેન્ડ અને વેલ્સમાં 2020 અને 2021 દરમિયાન 614,000 લોકો મૃત્યુ પામ્યા હતા, જેના કારણે અંદાજિત ત્રીસ લાખ લોકો શોકનો સામનો કરી રહ્યા છે. આ અગાઉના પાંચ વર્ષમાં સરેરાશ 75,000 વધુ મૃત્યુ છે - અંદાજિત વધારાના 375,000 શોકગ્રસ્ત લોકો વધ્યા છે.

વધુ લોકો જેમ શોકનો સામનો કરી રહ્યા છે, અસરગ્રસ્તોએ તેમના નુકસાનનો અનુભવ કેવી રીતે કર્યો છે તેના પર રોગચાળાની ઊંડી અસર પડી છે.

ઘણા લોકો પરિવાર અને મિત્રોને મળવામાં અસમર્થ રહ્યા છે અને તેમના પ્રિયજનના મૃત્યુ પછી ઔપચારિક સમર્થનની મર્યાદિત પહોંચ હતી. લોકડાઉનને કારણે અથવા અલગ થવું અથવા સ્વ-અલગ થવાને કારણે તેમના દુ:ખમાં એકલતા અનુભવવાની વિનાશક અસર થઈ હતી. પ્રાથમિક સંભાળ અને સમુદાય આધારિત સેવાઓ અને શોક સહાયક સેવાઓ તરફથી રૂબરૂ સંપર્કનો અભાવ મુશ્કેલી બન્યો છે.

UK રોગચાળામાંથી આર્થિક પુનઃપ્રાપ્તિ કેવી રીતે કરશે તેના પર ઘણું ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, પરંતુ સમાજ નઃપ્રાપ્તિ કેવી રીતે કરશે તે વિશે ઘણું ઓછું ધ્યાન આપવામાં આવ્યું છે - જેમાં સામૂહિક શોકની ઘટના તરીકે રોગચાળાનો પ્રતિસાદ પણ સામેલ છે.

UK ની સંખ્યાબંધ ચેરિટીઝ સાથે ભાગીદારીમાં કામ કરીને અને આ મુદ્દે શૈક્ષણિક અભ્યાસનું નેતૃત્વ કરી રહેલા સંશોધકો સાથે, આ મુદ્દાઓનું અન્વેષણ કરવા અને શોકગ્રસ્ત લોકોને વધુ સારી રીતે ટેકો આપવા માટે ભલામણો કરવા માટે Covid-19 દ્વારા અને તેનાથી આગળ શોક પર UK કમિશનની (UK Commission on Bereavement) સ્થાપના કરવામાં આવી છે. અમે કમિશનમાં ભાગ લેવા માટે UK ના તમામ સમુદાયોનું સ્વાગત કરી રહ્યા છીએ.

તમે એક વ્યક્તિ તરીકે અથવા તમારી સંસ્થા વતી અમારૂ ટૂંકું સર્વેક્ષણ પૂર્ણ કરીને કમિશનમાં ભાગ લઈ શકો છો.

શોધ કરો: ‘UK Bereavement Commission’ અથવા @theukcb અનુસરો તમારો આભાર

Gujarati